વિધાનસભા સત્રમાં પ્રશ્નોત્તરી રદ કરી સરકારે જનતાનો અવાજ દબાવ્યો - ડો. તુષાર ચૌધરી - Monsoon session of the Assembly

🎬 Watch Now: Feature Video

thumbnail

ગાંધીનગર: આજથી ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય સત્ર મળવા જઇ રહ્યુ છે. જોકે, આ સત્રમાં પ્રશ્નોતરી બાદબાકી કરવામાં આવી છે જેના પગલે માત્ર સરકારી વિધેયક પર ચર્ચા જ થશે. આ જોતાં  ભાજપ-કોંગ્રેસની રાજકીય ભાષણબાજી સિવાય ગૃહની કામગીરી નિરસ બની રહે તેમ છે. જોકે,  સરકારની પ્રતિષ્ઠા ખરડાય તેવા વિપક્ષના ટુંકી મુદતના પ્રશ્નો મુદ્દે પણ ચર્ચા થાય તેવી શકયતા નહીવત છે. શિક્ષકો, વનકર્મી, આંગણવાડી બહેનો વિરોધ કરે તેવી ભીતિ ન્યાય યાત્રાનો ય ડર, વિધાનસભા પોલીસ છાવણીમાં ફેરવાઇ છે. આ ચોમાસુ સત્રમાં ગુજરાત નશાબંધ સુધારા વિધેયક-2024, સૌરાષ્ટ્ર ગણોત અને ઘરખેડ સુધારા વિધેયક-2024, ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક-2024 અને ગુજરાત માનવ બલિદાન અને અધોરી પ્રથા-કાળા જાદુ અટકાવવા અને તેનુ નિર્મૂલન માટેના વિધેયકો રજૂ થશે. ચારેક  સુધારા વિધેયકો છે પણ એક માત્ર અઘોરીપ્રથા-કાળા જાદુ અટકાવવાનું વિધેયક નવી બાબત છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.