ગેની બેનનું સન્માન, કોંગ્રેસ દ્વારા ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો - GENIBEN THAKOR - GENIBEN THAKOR
🎬 Watch Now: Feature Video
Published : Jun 13, 2024, 7:39 PM IST
અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી 2024 માં બનાસકાંઠા લોકસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડેલા ગેનીબેનનો ભવ્ય વિજય થયો હતો. હવે કોંગ્રેસ દ્વારા ત્રિવેણી સંગમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે,
ખરાબ પરિસ્થતિ ની અંદર તાકાત થી લડ્યા અમે,બનાસકાંઠા ની જનતા એ ભાજપ ની હેટ્રીક રોકી છે. હોદેદારોએ ભાઈચારા અને ખભે ખભા મિલાવીને લોકો એ કામ કર્યું હતું. બનાસકાંઠા ની જીત લોકશાહી ની જીત છે. સરકાર આપે કે ના આપે અમે ૨૮ વર્ષ થી જનતા ને સેવા ના કાર્યો મે આપ્યા છે. અમારો સ્વભાવ અમારા કાર્યકર ને ખોટી રીતે હેરાન થાય તો ગેનીબેન હર હંમેશ અંતિમ લડાઈ સુધી પ્રયત્ન કરું છું. બનાસકાંઠાની જનતા એ આપ્યા છે. આજે વિધાનસભા માં રાજીનામું આપવા ગઈ. ગૌરવ અપાવે એવું મારું રાજીનામું મે આપ્યું છે.