સ્ટેચ્યુ ઓફ યુનિટીએ પ્રવાસીઓને ધરમધક્કા, ટિકિટ બુક થશે પણ એન્ટ્રી નહીં મળે, જાણો સમગ્ર મામલો... - Statue of Unity - STATUE OF UNITY
🎬 Watch Now: Feature Video
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : May 31, 2024, 8:16 PM IST
નર્મદા : હાલમાં રાજકોટના ગેમઝોનમાં સર્જાયેલ આગ દુર્ઘટનાને લઈને રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને અનેક સ્થળે તપાસ ચાલી રહી છે. ઉપરાંત મોટાભાગના પ્રવાસન સ્થળ બંધ કરી દેવામાં આવ્યા છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની નજીક સ્થિત ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક પણ બંધ કરવામાં આવ્યા છે. જોકે અહીં દેશ અને વિદેશમાંથી રજાના દિવસો માણવા પ્રવાસીઓ આવી રહ્યા છે. પરંતુ અહીં પહોંચ્યા બાદ તમામ વીલા મોઢે પરત ફરી રહ્યા છે. અહીં ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક બંધ કરવામાં આવ્યો છે, પરંતુ SOU ની વેબસાઈટ પર ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની ઓનલાઇન ટિકિટ બુક થઈ રહી છે. ઓનલાઈન ટિકિટ બુક કરી અહીં આવેલા પ્રવાસીઓને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં એન્ટ્રી ન મળતા માહોલ ગરમાયો છે. કેટલાક પ્રવાસીઓ અને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. હાલ તો તંત્રના અનગઢ વહીવટને લઈ પ્રવાસીઓ રોષે ભરાયા છે અને માંગ કરી રહ્યા છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ ઓનલાઇન ટિકિટ બુક કરવાનું બંધ કરે.