ધસમસતા પાણીના પ્રવાહમાં બોલેરો ફસાઈ, રાજકોટના નાની પરબડી ગામનો વીડિયો વાયરલ - Bolero trapped in water flow - BOLERO TRAPPED IN WATER FLOW
🎬 Watch Now: Feature Video
Published : Jul 1, 2024, 10:54 AM IST
રાજકોટ: જિલ્લામાં મેઘરાજ માન મૂકીને વરસી રહ્યા છે, એક તરફ કાળઝાળ ગરમીથી રાહત મળી રહી છે ટો બીજી તરફ ઠેર ઠેર વરસાદનું પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને મુશ્કેલી થઈ રહી છે. આ સાથે જ ગત મોડી રાતથી આજ સવાર સુધીમાં રાજકોટમાં છ ઈંચ વરસાદ પડયો હોવાની માહિતીઓ સામે આવી છે. છ ઇંચ વરસાદને પરિણામે નાની પરબડીની ફુલજર નદીમાં પાણીનો ઓવર ફ્લો થતા નાની પરબડીથી ચોકી તરફનો જવાનો મુખ્ય માર્ગ પાણીના પ્રવાહના કારણે બંધ થઈ ગયો હતો. આ નદીના પાણીના પ્રવાહમાં બોલેરો વાહન ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.આવી પરિસ્થિતિમાં બોલેરો વાહનને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ વાહનને ખેંચી વાહન તેમજ ચાલકનો બચાવ કર્યો હતો.