દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા પાંચ લોકો સાબરમતિ નદીમાં ડૂબ્યા, 3નાં મોત 2નો બચાવ - Gandhinagar Accidental death - GANDHINAGAR ACCIDENTAL DEATH
🎬 Watch Now: Feature Video
Published : Aug 15, 2024, 12:08 PM IST
ગાંધીનગર : સાબરમતીમાં નદીમાં દશામાની મૂર્તિ પધરાવતી વખતે ત્રણ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. પ્રાપ્ત વિગત અનુસાર કેટલાક લોકો અમદાવાદથી ગાંધીનગર સેક્ટર-30 સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવવા ગયા હતા. જ્યાં 12 વર્ષની કિશોરી ડૂબવા લાગતા તેને બચાવવા અન્ય ચાર લોકો પણ પાણીમાં કૂદ્યા હતા. જો કે ઊંડા પાણીમાં બાળકી સહિત ત્રણ વ્યક્તિ ડૂબી જતા મોત થયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા ત્રણેય લોકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મળતી માહિતી મુજબ મૃતકોમાં બાર વર્ષની યુવતીનું પૂનમ પ્રજાપતિ જ્યારે અન્ય બે વ્યક્તિનું અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું.