સાબરકાંઠા લોકસભા બેઠકનું ભાવિ ચુસ્ત સુરક્ષામાં સીલ, સ્ટ્રોંગ રૂમ ખાતે ત્રણ લેયરની વ્યવસ્થા ગોઠવાઈ - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 8, 2024, 5:15 PM IST
સાબરકાંઠા : સાબરકાંઠા લોકસભા બેઠક પર મતદાન પૂર્ણ થયું છે. હવે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની સાત વિધાનસભા સહિત 2300 થી વધારે મતદાન મથકના EVM તેમજ VVPAT ને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે. હિંમતનગર પોલીટેકનિક કોલેજ ખાતે અલગ અલગ વિધાનસભા દીઠ સ્ટ્રોંગ રૂમ બનાવી ત્રણ લેયરનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ત્રણ પ્રકારની સુરક્ષા વચ્ચે આગામી 4 જૂન સુધી ચોવીસ કલાક CRPF અને પોલીસકર્મીઓ સહિત CCTV કેમેરાથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. એક તરફ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી અત્યારથી જ હાર-જીતના દાવા કરી રહી છે, ત્યારે સાબરકાંઠા લોકસભા બેઠક પર જીત કોણ મેળવશે તે 4 જૂનના રોજ EVM ખુલ્યા બાદ સામે આવશે.