ઓરિસ્સાથી ટ્રેનમાં 25 કિલો ગાંજાની ડીલવરી કરવા સુરત આવેલ 3 આરોપીઓ ઝડપાયા... - Caught delivering ganja in Surat - CAUGHT DELIVERING GANJA IN SURAT
🎬 Watch Now: Feature Video
Published : Jul 1, 2024, 8:05 PM IST
સુરત: સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ શનિવારે મોડીરાત્રે પેટ્રોલિંગમાં હતી, ત્યારે પોલીસ કર્મીઓ હર્ષદ નવઘણ અને અનિરૂદ્ધસિંહ મેરૂભાને બાતમી મળી હતી કે, ઓરિસ્સાથી ટ્રેનમાં સુરત શહેરમાં કેટલાંક યુવકો ગાંજો લઇને આવી રહ્યા છે. જે માહિતીના આધારે પોલીસે ભેસ્તાનમાં ગોલ્ડન આવાસ ખાતે દરોડા પાડયા હતા. અહીં ગાંજાની ડિલિવરી કરવા આવેલા બાસ્તવ ઉર્ફ બંટી વૃંદાવન ગૌડા, બાદલ ઉર્ફે કન્ના સુરેન્દ્ર શાહુ, સંતોષ દંડ બહેરા (તમામ મુળ ગંજામ, ઓરિસ્સા)ને પકડી પાડી તેઓની તલાશી લેતા 25 કિલો 164 ગ્રામ વજનનો ગાંજો મળી આવ્યો હતો.
એસઓજીએ રૂ. 2.51 લાખનો ગાંજો, 2 મોબાઈલ મળી રૂ. 2.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, ઓરિસ્સાથી ટ્રાવેલિંગ બેગમાં સંતાડીને ગાંજાનો જથ્થો સુરત લઈ આવી ડિલિવરી કરવા આવતા પકડાઈ ગયા હતા. ગાંજાનો સપ્લાયર કોણ છે?, સુરતમાં કોણે ડિલિવરી આપવાની હતી?, અગાઉ ખેપ મારી છે કે કેમ? તે દિશામાં એસઓજીની ટીમે પૂછપરછ હાથ ધરી છે. આ મામલે ભેસ્તાન પોલીસમાં એનડીપીએસ એક્ટ અન્વયે ગુનો નોંધાવાયો હતો.