તાપીના ડોલવણ તાલુકાના ગામોમાં ભારે વરસાદને લીધે પાણી ફરી વળ્યા - RAIN IN TAPI - RAIN IN TAPI
🎬 Watch Now: Feature Video
Published : Sep 2, 2024, 10:38 PM IST
તાપી: ગત રાત્રિથી પડી રહેલા અવિરત વરસાદને પગલે તાપી જિલ્લાના સોનગઢ, વ્યારા, ડોલવણ, વાલોડ તાલુકામાં ભારે વરસાદને પગલે જિલ્લામાં આવેલ નદીઓ બે કાંઠે વહેતા ડોલવણ તાલુકાની હાલત કફોડી બની છે. ડોલવણ તાલુકામાં આવેલી ઓલણ નદીનું પાણી કિનારાના ગામોમાં ફરી વળ્યું હતું. ડોલવણ તાલુુકાના પાલસીયા ગામમાં 15 થી 20 ઘરોમાં પાણી ફરી વળતાં ઘરવખરી પણ પાણીમાં તણાઇ ગઇ હતી. તેવું ઘરમાલિકોનું કહેવું છે. ત્યારે અવિરત વરસેલા વરસાદે જિલ્લાના અનેક ગામોની સ્થિતિ કફોડી બનાવી દેતા તંત્ર દોડતું થયું છે. SDRFની ટીમ સહિત પોલીસનો કાફલો પણ બચાવ કાર્યમાં લાગતા હાલ પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યું કરી લેવામાં આવ્યા છે અને લોકો ઘરની બહાર ન નીકળે તેવી તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.