કામરેજની સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી - Surat Kamrej Rape Case
🎬 Watch Now: Feature Video
Published : Jul 7, 2024, 2:13 PM IST
સુરત: કામરેજમાં રહેવા આવેલી સગીરાને 33 વર્ષીય યુવકે લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં કોર્ટે યુવકને તકસીરવાર ઠેરવી 10 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. ભરૂચમાં રહેતી 14 વર્ષીય સગીરા ભરૂચથી કામરેજમાં તેનો સંબંધીના ઘરે રહેવા માટે આવી હતી. આ વાતની જાણ થતા જ ભરૂચમાં રહેતો વિનોદ પટેલ પણ તેની પાછળ કામરેજ આવ્યો હતો. વિનોદે સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો. સગીરા ઘરે નહીં મળતા કામરેજ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરીને વિનોદ અને સગીરાને પકડી પાડ્યા હતા.
સખત કેદની સજાનો હુકમ: બંનેની પૂછપરછમાં જાણવા મળ્યું સગીરાની સાથે સંબંધ પણ બાંધ્યો હતો. પોલીસે ભગવતીની સામે અપહરણ ઉપરાંત પોક્સો એક્ટની કલમ ઉમેરીને તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ભરતસિંહ ચાવડાએ આરોપીને કાયદામાં જણાવેલી વધુમાં વધુ સજા કરવા માટે કોર્ટમાં દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી વિનોદને તકસીરવાર ઠેરવીને 10 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.