thumbnail

રાજકોટના આજી ડેમના દુષિત કરવાની પ્રવૃત્તિ ન રોકાતા કોર્પોરેટર બગડ્યા - Pollution activity in Aji Dam

By ETV Bharat Gujarati Team

Published : Jul 16, 2024, 9:56 PM IST

રાજકોટ: મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પદાધિકારીઓ વચ્ચે સંકલન ઘટી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે વોર્ડ નં.17ના કોર્પોરેટર વિનુભાઇ ઘવાએ આજી ડેમનું પાણી દુષિત કરવાની પ્રવૃત્તિ રોકવામાં ઢીલ બદલ વોટર વર્કસ શાખાના ઇજનેરોનો બોલ્યા હતા. પરિણામે તાત્કાલીક કાર્યવાહી કરવાની વાત મૂકતા ચેરમેન જયમીન ઠાકરે ઇજનેરને બોલાવ્યા છે. આજી નદી પ્રદુષિત થતા પ્રશ્ને વિનુભાઇ ઘવાએ કહ્યું હતું કે, આજી ડેમમાં વાહન ધોવા, ન્હાવા, માછીમારી, તરવા જેવી પ્રવૃતિ થતી હોય છે. પીવાનું પાણી પ્રદુષિત બનતું રહે છે. મનપાએએ સિકયુરીટી વ્યવસ્થા ગોઠવી છે. આમ છતાં આ પ્રવૃત્તિ બંધ થતી નથી. ઉલ્ટાનું પીવાનું પાણી પ્રદુષિત થતું જાય છે. આ અંગે ત્રણથી ચાર વખત ફરિયાદ કરી પગલા લેવા માંગણી કરવામાં આવી છે. પરંતુ ઇજનેરો કંઇ કરતા નથી. કડક કાર્યવાહી કરવા અંગે તેમણે ચેરમેન અને કમિશ્નરનું ધ્યાન દોર્યુ છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.