આંતરરાજ્ય બાઈક ચોરતી ગેંગના બે સાગરિત ઝડપાયા, તાપી LCB પોલીસે 7 બાઇક કબજે કરી - Tapi Crime - TAPI CRIME
🎬 Watch Now: Feature Video
Published : May 29, 2024, 7:01 PM IST
તાપી : જિલ્લામાં બાઈક ચોરીના બનાવો વધ્યા છે. ત્યારે તાપી LCB પોલીસે આંતરરાજ્ય બાઇક ચોરી ગેંગનો પર્દાફાશ કર્યો છે. તાપી જિલ્લાના વ્યારાના ટીચકપુરા નજીકથી સુરત બાઇક વેચવા જતા આરોપીઓ ઝડપાયા છે. પોલીસ દ્વારા ચોરીની 7 બાઇકનો કબજો લઈ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે મહારાષ્ટ્રના બે આરોપીને ઝડપી લઈ અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. વ્યારા પોલીસ મથકમાં નોંધાયેલ બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ ગેંગ બાઈક કઈ રીતે ચોરી કરતા અને અત્યાર સુધીમાં કેટલી બાઈકોની ચોરી કરવામાં આવી છે, ચોરી કરેલ બાઈકને કોને વેચતા તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસની કામગીરીથી કેટલાક ગરીબ પરિવારોને પોતાની ગાડી પાછી મળશે.