'સ્વાગત' હેઠળ સરકારને મળી જનતાની કુલ ૨૫૩૮ રજૂઆતો, ૧૪૯૫ રજૂઆતનું નિરાકરણ કરાયું - Swagat online program 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jul 26, 2024, 12:38 PM IST

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના નાગરિકોની રજૂઆતો,સમસ્યાઓના નિવારણના ટેક્નોલોજીયુક્ત અભિગમ ‘સ્વાગત’ ઓનલાઇનનો રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમ  યોજાયો હતો, આ સ્વાગત કાર્યક્રમમાં તાલુકા અને જિલ્લા સ્તરે આવતી પ્રજાજનો-નાગરિકોની રજૂઆતોનું સ્થાનિક સ્તરે જ નિવારણ લાવવાનો પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા જિલ્લા અને તાલુકા તંત્ર વાહકોને સૂચન કર્યું છે. જુલાઈ-૨૦૨૪ના આ ‘સ્વાગત’માં રાજ્ય, જિલ્લા અને તાલુકા ‘સ્વાગત’માં કુલ મળીને ૨૫૩૮ રજૂઆતો આવી હતી. જેમાંથી ૫૯ ટકા એટલે કે ૧૪૯૫ રજુઆતોનું નિરાકરણ લાવી દેવાયું છે. ગુરૂવારે રાજ્ય ‘સ્વાગત’માં મહેસુલ, પંચાયત, શહેરી વિકાસ, પોલીસ અને માર્ગ મકાન વિભાગને સ્પર્શતી રજૂઆતો આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે આ રજૂઆતો રજૂઆતકર્તાઓ પાસેથી વિગતવાર સમજીને તેના ત્વરિત નિવારણ માટે તેમણે સંબંધિત વિભાગોના સચિવો અને સંબંધિત જિલ્લા-શહેરી તંત્રવાહકોને દિશાનિર્દેશ આપ્યા હતા. સંબંધિત રજૂઆતકર્તાઓએ પણ આ અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.