સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારે કર્યું મતદાન - Gujarat Voting Day
🎬 Watch Now: Feature Video
Published : May 7, 2024, 2:16 PM IST
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે આજે 7મેએ મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 07 વિધાનસભા બેઠકો પર શહેરી વિસ્તારની 445 અને ગ્રામ્ય વિસ્તારની 1691 બેઠકો પર સવારે 07 થી સાંજે 6.00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 2136 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર આજે 10.56 લાખ પુરૂષ અને 9. 76 લાખ મહિલા મતદારો મળી 20.33 લાખ મતદારો મતદાનના અધિકારનો ઉપયોગ કરશે. 14 ઉમેદવારો સહિત ભાજપ અને કોંગ્રેસ, અન્ય પક્ષો અને અપક્ષો સહિત 9412 કર્મચારીઓ મતદાન ગ્રાઉન્ડ પર મતદાન અધિકારી અને અન્ય કર્મચારીઓ મતદાન પ્રક્રિયા દરમિયાન ફરજ પર રહેશે. 271 ઝોનલ અધિકારીઓ પણ મતદાન દરમિયાન ફરજ પર હાજર રહેશે DSP, DySP, PI, PSI, કોન્સ્ટેબલ, હોમગાર્ડ, GRD, SRP સહિત 8700 થી વધુ પોલીસ જવાનો તહેનાતમાં હાજર રહેશે. હીટવેવ અને ગરમીની આગાહીને પગલે દરેક મતદાન મથક પર છાંયડો, પીવાનું પાણી, દવા, મતદારો માટે સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 1114 વ્હીલ ચેર અને 2372 સ્વયંસેવકો સેવામાં હાજર રહેશે. કુલ 2136 મતદાન મથકોમાંથી 1073 મતદાન મથકો પણ વેબકાસ્ટ કરવામાં આવશે.ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ હળવદ તાલુકાના કેદારીયા ગામમાં મતદાન કર્યું હતું અને જંગી બહુમતીથી પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો લીંબડી પ્રાથમિક શાળા નંબર 4માં ઇવીએમ મશીન બધ થતાં મતદાન અટક્યું હતું જેમાં અડધો કલાક મતદાન બંધ રહ્યું હતું તેથી તાત્કાલિક લીંબડી પ્રાંત અધિકારી આવી પહોંચ્યાં બાદ મતદાન ફરી રાબેતા મુજબ શરૂ થયું હતું. કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ ચોટીલા પ્રાથમિક શાળા નંબર 2 ખાતે મતદાન કર્યું હતું અને પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યા બાદ જંગી બહુમતીથી પોતાની અને કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સવારે 7:00 થી 9:00 કલાક દરમિયાન કુલ 9.43 મતદાન થયું જેમાં 10,56,612 પુરુષ, મહિલા 9,76,775, જેન્ડર 32 મતદારોના મતદાન સાથે કુલ 20,33,419 કર્યું હોવાના આંકડા સામે આવ્યાં હતાં.