સુરતનો એકમાત્ર તાપી નદી પરનો વિયર કમ કોઝવે એ લેવલ સપાટી વટાવી - Cross the causeway level surface
🎬 Watch Now: Feature Video
Published : Jul 23, 2024, 10:45 PM IST
સુરત: જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકોની જીવાદોરી સમાન તાપી નદીમાં પણ નવા નીરની આવક થઈ છે. ત્યારે સુરતના રાંદેર અને સિંગણપુરને જોડતો તાપી નદીનો એક માત્ર વિયર કમ કોઝવેએ લેવલ સપાટી વટાવી દીધી છે. હાલ કોઝવે પર 7.21 મીટર પર પાણી વહી રહ્યા છે. કૉઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. ત્યારે જે રીતે કોઝવેની સપાટી પર પાણી વધી રહ્યા છે. જેને લઇને તંત્ર હરકતમાં આવી ગયું છે અને સાવચેતીના ભાગરૂપે લોકોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે. હજુ પણ સપાટીમાં વધારો થશે તેવી પૂરેપૂરી સંભાવના છે.