સુરતમાં 24 કલાકમાં 58 વૃક્ષો ધરાશાયી થયા - Surat News - SURAT NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jul 1, 2024, 10:42 PM IST
સુરતઃ 24 કલાકમાં 58 વૃક્ષો ધરાશાયી થયાની ઘટના સુરત શહેરમાં બની હતી. જેમાં 5 સ્થળોએ ગાડીઓને પણ નુકસાન થયું છે. તે ઉપરાંત આજરોજ ન્યુ કોર્ટ બિલ્ડીંગની સામે વર્ષો જૂનું વૃક્ષ ધારાશાહી થતા 3 લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમાં 2 ગાડીઓ વૃક્ષ નીચે કચડાઈ ગઈ હતી. છેલ્લા 2 દિવસથી સુરતમાં ભારે પવનો સાથે ધોધમાર વરસાદ વર્ષી રહ્યો છે. સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતો હતો અને તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. કેટલાક વિસ્તારોમાં આજે ફરીથી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. બીજી તરફ શહેરના પોશ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં જહાંગીરપુરા, પાલ, ઉધના અને ઉમરા વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી હતી. ગતરોજ શહેરમાં વરસાદને લઈને કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેને લઈને લોકોને હાલાકી ભોગવવી પડી હતી તો બીજી તરફ હજુ તો વરસાદની શરુઆત થઇ છે. એવામાં શહેરમાં રોડ રસ્તાઓમાં ખાડા પડવાની તેમજ રસ્તાઓ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. સુરતના અલગ-અલગ વિસ્તારોમાં રોડ રસ્તાઓ બેસી ગયા હતા, જેને લઈને લોકોને હાલાકી પડી હતી.