Loksabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ અલમોડાના સાંસદ અજય તમતાજીની અંબાચમાં મીટિંગ, ગુજરાતીઓનો આભાર માન્યો - Loksabha Election 2024
🎬 Watch Now: Feature Video
Published : Mar 13, 2024, 3:31 PM IST
સુરત : લોકસભા ચૂંટણીને હવે થોડો સમય બાકી છે. ત્યારે ગુજરાતમાં પણ ભાજપના કેન્દ્રીય નેતાઓની આવનજાવન ચાલી રહી છે. ઉત્તરાખંડના અલમોડાના સાંસદ અજય તમતાજી દક્ષિણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતાં. તેઓએ વાલોડ તાલુકાના અંબાચ ખાતે મિટિંગ યોજી હતી. ત્યારબાદ સુરત જિલ્લાના માંડવી ખાતે કિસાન સંમેલન કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો યાદ કર્યાં હતાં. અજય તમતાજીએ ભાષણ દરમ્યાન સંસદ કોંગ્રેસ પર વરસ્યા હતાં અને કહ્યું હતું કે એક સમય એવો હતો કે દુશ્મનો સૈનિકોના શિશ કાપી લઈ જતા હતાં.ત્યારે આજે પરિસ્થિતિ બદલાઇ છે અને દુશ્મનો કંઇ કરતા ચાર વાર વિચાર કરે છે. એમને ખબર છે કે એક ગોળી છોડશું તો સામેથી ગોળા આવશે. સાથે અજય તમતાજીએ ગુજરાતીઓનો આભાર માન્યો હતો કે દેશને નરેન્દ્ર મોદી જેવા નેતા આપ્યાં છે.