પલસાણાના તાતીઝગડા ગામે વરસાદી પાણીમાં ફસાયેલા 250 લોકોનું રેસ્ક્યુ કરાયું - 250 people rescued - 250 PEOPLE RESCUED
🎬 Watch Now: Feature Video
Published : Jul 23, 2024, 8:38 PM IST
સુરતઃ જિલ્લામાં વરસી રહેલ અવિરત વરસાદને લઈને જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને પલસાણા તાલુકાના બલેશ્વર, તાતીઝગડા સહિતના ગામો વરસાદથી વધુ પ્રભાવિત થયા છે. પલસાણા તાલુકામાં પસાર થતી બત્રીસ ગંગા ખાડીમાં ઘોડાપૂર આવ્યું છે. ખાડીના પાણી ગામોમાં ઘુસી ગયા છે. જેને લઇને તંત્ર કામે ગયું છે. બલેશ્વર ગામે રેસ્કયુની કામગીરી હજુ પૂર્ણ થાય એ પહેલાં બારડોલી ફાયરને પલસાણા તાલુકાના તાતીઝગડા ગામે આવેલ રાજહંસ ટેક્ષ પાર્કમાં 250 લોકો ખાડીના પાણીમાં ફસાયા હોવાના મેસેજ મળ્યો હતો. બારડોલી ફાયર ઓફિસર પી. બી. ગઢવી સહિતની ટીમ દોડતી થઈ ગઈ હતી. રાજહંસ ટેક્ષ પાર્કમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા હતા. જેથી ઘણા લોકો માનવ સાંકળ બનાવી બહાર આવી રહ્યા હતા. જે પણ લોકો ફસાયા હતા તેઓને ફાયર વિભાગની ટીમે બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. જોકે ઘણા લોકો ઊંચી બિલ્ડિંગોમાં સહી સલામત પહોંચી જતા તંત્ર સહિત સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.