કાકરાપાર ડેમ થયો ઓવરફ્લો, સુરત જિલ્લાના ખેડૂતોની સિંચાઈ સહિત પીવાના પાણીની સમસ્યા થઈ હળવી - Kakrapar dam overflowed - KAKRAPAR DAM OVERFLOWED
🎬 Watch Now: Feature Video
Published : Jul 7, 2024, 2:11 PM IST
સુરત: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં હાલ બરોબર ચોમાસુ જામ્યું છે. જિલ્લામાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. જેને લઇને ફરી ધીમે ધીમે પ્રકૃતિ ખીલી રહી છે. વરસેલા વરસાદને પગલે જળાશયોમાં નવા નીર આવ્યા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન અને બારમાસી સિંચાઇ યોજના કાકરાપાર ડેમની સપાટી 160 ફૂટની રહી છે. પરંતુ હાલમાં વરસેલા વરસાદથી ડેમ છલકાઇ ગયો હતો. 160.30ની સપાટીએ છલકાયેલા ડેમની સ્થિતિથી એકબાજુ જીવાદોરીના છલકાવાની ખુશી તો બીજી બાજુ છલકાયેલા ડેમનું સૌંદર્ય પણ આકર્ષિતનું કેન્દ્ર બન્યું છે. ડેમમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ ખુશાલ થઈ ગયા છે. તેમજ ડેમ ઓવર ફલોનો નજારો જોવા બહોળી સંખ્યામાં સ્થાનિકો પહોંચી ગયા હતા.