માંડવીના કરંજ ગામે ત્રણ યુવાનોએ કિશોરીઓની કરી છેડતી - molested of 3 teenager girl - MOLESTED OF 3 TEENAGER GIRL
🎬 Watch Now: Feature Video
Published : Jun 8, 2024, 3:48 PM IST
સુરત: સુરત જિલ્લાના માંડવીના કરંજ ગામે કિયા પેલેસમાં રાકેશ સુબલભાઈ મહતો (ઉ.વ.19, મુળ રહે.ચુટિયાબથન, તા.જિ.ગોડા, ઝારખંડ),જગદેવ પુરાનભાઈ મહતો (ઉ.વ.19, હાલ રહે.ક્રિષ્ના કોમ્પલેક્ષ, હરિયાલ, મૂળ રહે.બરવાટોલા, તા.જી.ગોડ્ડા, ઝારખંડ) અને અરવિંદ મુકેશભાઈ મહતો (ઉ.વ.20, હાલ રહે. ઓવરબ્રિજ પાસે મારવાડીની બિલ્ડિંગમાં, કરંજ. મૂળ રહે.બારવાટોલા, તા.જીગોડ્ડા, ઝારખંડ) કંપનીમાં નોકરી કરે છે. ત્રણેય શખ્સો અંજલી કંપનીના ગેટ પાસે આવેલા ગલ્લા ઉપર બેઠેલા હતા. તે દરમિયાન બપોરના સમયે ધો.૮માં અભ્યાસ કરતી 15 વર્ષની કિશોરી પડોશમાં રહેતી બે 13 વર્ષની બહેનપણી સાથે ચાલતી બીજા ફળિયામાં જતી હતી.
ત્રણેય શખ્સોની અટકાયત કરી: તે સમયે રાકેશ મહતો, જગદેવ મહતો અને અરવિંદ મહતોએ શોપિંગ સેન્ટરના પાછળના ભાગેથી રસ્તે જઈ ત્રણેય કિશોરીઓનો પીછો કરી હાથ પકડી દુપટ્ટો ખેંચી છેડતી કરી હતી. ત્રણેયે છેડતી કરતાં કિશોરીઓ છોડાવીને ભાગી ગઈ હતી. બનાવ અંગે માંડવી પીઆઈ એચ.બી.પટેલે 15 વર્ષની કિશોરીની ફરિયાદ લઈ રાકેશ મહતો, જગદેવ મહતો અને અરવિંદ મહતોની વિરૂધ્ધ છેડતી અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી, ત્રણેય શખ્સોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
માંડવી પોલીસ મથકના પીઆઈ હેમંત પટેલએ જણાવ્યું હતું કે સગીરાઓ સાથે છેડતીની ઘટનાની જાણ થતાં જ આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી હતી.અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવાયા હતા. હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.