કામરેજનાં પીઆઇ ઓ.કે.જાડેજાને રાજ્ય પોલીસ વડાએ કર્યા સસ્પેન્ડ - Kamrej PI O k Jadeja suspended - KAMREJ PI O K JADEJA SUSPENDED
🎬 Watch Now: Feature Video
Published : Jun 15, 2024, 7:26 PM IST
સુરત: સ્ટેટ વિજિલન્સની ટીમે કામરેજ તાલુકામાં ઝડપેલ કેમિકલ ચોરીના કૌભાંડમાં કામરેજ પોલીસ મથકના પીઆઇ ઓમદેવ સિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર થોડા સમય પૂર્વે કામરેજ પોલીસની હદમાં અંત્રોલી ખાતે આવેલી ખુલ્લી અવાવરૂ જગ્યામાંથી વિઝીલન્સની ટીમે કેમિકલનો જથ્થો ઝડપી પાડયો હતો. જોકે ઉપરોક્ત ઘટનામાં સ્થાનિક પીઆઈની બેદરકારી જણાય આવી હતી. જે પગલે રાજ્યનાં પોલીસ વડા વિકાસ સહાયે કામરેજનાં પીઆઈ ઓમ દેવસિંહ જાડેજાને સસ્પેન્શનનો ઓર્ડર આપી દીધો હતો. તેમજ સુત્રોના જણાવ્યા અનુસાર ઉપરોક્ત ઘટનામાં મુદ્દામાલ વાહન સિવાયનો નાની રકમનો હોવા છતાં કામરેજ પીઆઈનો સસ્પેનશનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેને લઈને સુરત જીલ્લા પોલીસ બેડામાં ઉપરોક્ત કાર્યવાહીનાં પગલે હડકંપ મચી ગયો હતો. તેમજ આ ઘટનાને પગલે કરાયેલી કાર્યવાહીમાં સુરત જીલ્લા પોલીસ વર્તુળમાં ખળભળાટ મચી ગયો હતો.