કામરેજમાં 22 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી, કામરેજ પોલીસે તપાસ હાથ ધરી - Surat suicide - SURAT SUICIDE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Aug 22, 2024, 9:13 AM IST

સુરત : કામરેજમાં રહેતી 22 વર્ષીય યુવતીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર હાલ કામરેજના સૂર્યદર્શન સોસાયટીમાં રહેતી અને મૂળ જુનાગઢના ખાંભા ગામની 22 વર્ષીય તૃપ્તીકુમારી જયસુખભાઈ પાઘડાળે અનાજમાં નાખવાની ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક માહિતી અનુસાર યુવતી વધુ પડતો મોબાઇલ જોવાની આદત ધરાવતી હતી. આ કુટેવના કારણે પિતાએ મોબાઈલ ઓછો જોવાની બાબતે ઠપકો આપ્યો હતો. જેથી યુવતીને મનમાં ખોટું લાગી આવતા આ પગલું ભર્યું હતું. સમગ્ર બનાવ અંગેની કામરેજ પોલીસને જાણ થતા હાલ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. નજીવા ઠપકાના કારણે યુવતીએ આપઘાતનું પગલું ભરી લેતા હાલ તો ચકચાર મચી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.