ઓલપાડમાં સ્કૂલવાન પલટી જતા વિદ્યાર્થીઓ થયા ઈજાગ્રસ્ત, CCTV આવ્યા સામે - Eco car overturned - ECO CAR OVERTURNED
🎬 Watch Now: Feature Video
Published : Jul 8, 2024, 7:13 PM IST
સુરત: ઓલપાડ તાલુકાના કીમ નજીક કીમ ઓલપાડ સ્ટેટ હાઇવે પર મૂળદ ગામના પાટિયા પાસે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી ઈકો વાન પલટી ખાઈ ગઈ હતી. આ સ્કૂલ વાનમાં કુલ 9 વિદ્યાર્થીઓ બેઠાં હતા. જેમાંથી 6 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી. સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. ગાડી પલટી ખાઈને ખાડામાં પડી જવા અંગે DYSP આર.આર સરવૈયાએ જણાવ્યું હતું કે, આજ સવારે વી કેર સ્કૂલના 9 બાળકોને ભરીને એક આરોપી બંટ્ટી પોતાની ઈકો ગાડી લઈને જઈ રહ્યો હતો. જે અન્ય બાળકોને પણ લેવા જવાનો હતો. તેણે ઈકો ગાડીના ચાલકે પૂરઝડપે ગાડી ચલાવી બસની પાછળના ભાગે અથડાવી હતી. જેના કારણે આ ગાડી પલટી ખાઈ ગઈ હતી અને રોડ સાઈડમાં ખાડામાં પડી હતી.