GCAS મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન, કહ્યું વેબસાઇટમાં ત્રુટીઓ દૂર કરવા સૂચના અપાઈ છે - Rishikesh Patel on the GCAS issue

By ETV Bharat Gujarati Team

Published : Jun 27, 2024, 8:26 AM IST

thumbnail
GCAS મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલનું નિવેદન (Etv Bharat Gujarat)

સુરત: વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીના GCAS મુદ્દે આપેલા નિવેદન પર સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી, તેમણે કહ્યું કે, સરકાર દ્વારા એજ્યુકેશન માં ફેરફાર સાથે નયા આયામો સ્વીકાર્યા છે. GCASમાં બધી યુનિવર્સિટીઓ સાંકળીને રીઝલ્ટ સહિતની કામગીરી થઇ શકે છે. આ બાબતે ABVPએ પણ ત્રુટી પર ધ્યાન દોર્યું હતું અને આવી ત્રુટીઓ દૂર કરવા સૂચના અપાઇ છે. યોગ્ય મેરીટ વાળા વિદ્યાર્થીઓને એડમિશન મળે તેવી કામગીરી કરી છે. ભવિષ્યમાં GCAS સરકારી સાથે ખાનગી યુનિવર્સિટીઓમાં પણ લાગુ થઈ શકે છે તેવો સંકેત પણ ઋષિકેશ પટેલે આપ્યા હતાં. GCAS હાલમાં સરકારી યુનિવર્સિટી માટે જ છે , પરંતુ આવતા સમયમાં વ્યાપક ઉપયોગ કરી શકાય એમ પણ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. દુનિયાના ઘણા દેશોમાં આ વ્યવસ્થા અમલમાં છે અને નવી વ્યવસ્થા અમલમાં આવે એટલે અમુક બાબતો સુધારવા સરકાર કટિબદ્ધ છે. વિદ્યાર્થીઓને તકલીફ પડે એવી બાબતોમાં સરકાર સુધારા કરશે. જે પ્રશ્નોમાં તકલીફ પડતી હતી જેના પરિપત્રો દ્વારા યુનિવર્સિટી ને જાણ કરી છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.