ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પત્રકાર પરિષદ, ડ્રગ વિરોધી અભિયાન અંગે આપી રહ્યા છે માહિતી - Harsh Sanghvi Press conference
🎬 Watch Now: Feature Video
Published : Jun 24, 2024, 1:51 PM IST
|Updated : Jun 24, 2024, 3:54 PM IST
અમદાવાદ: ગુજરાત રાજયના ડ્રગ વિરોધી અભિયાન અને ઝીરો ટોલેરેન્સ નીતિ અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મીડિયાને સંબોધીત કરી રહ્યાં છે. જેમાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા છે. અમદાવાદના ઉસ્માનપુરા સ્થિત હોટેલ હયાતમાં આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓમાંથી ઝડપતા ડ્રગ્સના બનાવો અંગે ખુબ સતર્કતા અને કડકાઈ રાખી છે. એમાં પણ ખાસ કરીને કચ્છની દરિયાઈ વિસ્તારમાંથી જે રીતે બિનવારસી ડ્રગ્સ મળી આવ્યું છે તેને લઈને પણ તપાસ તેજ કરવામાં આવી રહી છે. ત્યારે સૌ કોઈની નજર હર્ષ સંઘવીના નિવેદન પર રહેશે કે આખરે ગુજરાત સરકાર ડ્રગ્સ વિરોધી અભિયાનને લઈને શું નવી રણનીતિ ઘડી કાઢી છે.
Last Updated : Jun 24, 2024, 3:54 PM IST