સોમનાથ મહાદેવને કમળ પુષ્પનો શણગાર, જાણો કમળ અને શિવનો સંબંધ - Shravan 2024
🎬 Watch Now: Feature Video
Published : Aug 29, 2024, 7:41 AM IST
ગીર સોમનાથ : શ્રાવણ મહિનાના હવે અંતિમ દિવસો ચાલી રહ્યા છે, જીવ અને શિવ ભક્તિના માર્ગે એક થઈને ચાલી રહ્યા છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવને વિવિધ શણગારથી અલંકૃત કરવાનું આયોજન પણ કરાયું છે. જે અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને કમળ પુષ્પનો શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાન શિવને કમળ પુષ્પ અતિપ્રિય છે, વધુમાં ભગવાન વિષ્ણુએ મહાદેવની કમળ પૂજા કરીને તેમને પ્રસન્ન કર્યા હતા. જેને લઈને પણ કમળ પુષ્પનો શણગાર શિવભક્તો માટે ભારે મહત્વ ધરાવે છે. જે રીતે કમળ કાદવમાં ખીલે છે છતાં તે નિર્માણ અને એકદમ સ્વચ્છ જોવા મળે છે, બિલકુલ તેવી જ રીતે પ્રત્યેક શિવભક્ત પોતાની આસપાસના કલુષિત વાતાવરણથી પોતાની જાતને સ્વચ્છ અને નિર્મળ રાખે તેવા ઉદ્દેશ્ય સાથે મહાદેવને કમળ પુષ્પથી શણગારવામાં આવ્યા હતા. જેના દર્શન કરીને શિવભક્તોએ ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી.