સોમનાથ મહાદેવને કરાયો યજ્ઞભસ્મ શૃંગાર, દર્શન કરી ભાવિકોએ અનુભવી ધન્યતા - Somnath Mahadev mandir
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથ: પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવને ગઈકાલે યજ્ઞ ભસ્મ દર્શન શ્રીંગાર કરવામાં આવ્યો હતો. પ્રાચીન પૂજા વિધિમાં પણ ભસ્મ શૃંગારને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે, જેના દર્શન કરીને શિવ ભક્તોએ શ્રાવણ માસમાં ભારે ધન્યતા અનુભવી હતી. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આ સમગ્ર મહિના દરમિયાન મહાદેવને વિવિધ પ્રકારનો શૃંગાર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગઈકાલે સોમનાથ મહાદેવને યજ્ઞભસ્મ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. શૃંગારને પ્રાચીન પુજા વિધિમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. ભસ્મને વૈરાગ્ય અને નિર્મોહનુ પ્રતિક પણ માનવામાં આવે છે, જેના દર્શન કરવાથી શિવ ભક્તો મોહમાયા અને દંભમાંથી મુક્તિ મેળવતા હોય છે. મહત્વપૂર્ણ છે કે, શ્રાવણ મહિનો શરૂ થતાંની સાથે જ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ શિવભક્તો સોમનાથના દર્શને આવી રહ્યાં છે.