રાજકોટમાં SMC દરોડા : વરલી-મટકાના અડ્ડા પરથી 4 ઝડપાયા, સ્થાનિક પોલીસ ઊંઘતી રહી - Rajkot SMC raid - RAJKOT SMC RAID
🎬 Watch Now: Feature Video
Published : Jun 21, 2024, 7:56 PM IST
રાજકોટ : રાજકોટના થોરાળાના ગંજીવાડા વિસ્તારમાં વરલી મટકાના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમ દ્વારા દરોડો પાડતા નાસભાગ મચી હતી. જેમાં સ્થળ પરથી કેશીયર ફિરોઝ અબ્રાહમ પાલેજા, આંકડા લખનારા અશરફ હારુન દલ, જગદીશ ઉર્ફે જગો સોમાભાઈ વાઘ અને શબ્બીર ઉર્ફે દમ્બલો અલીમહમ્મદ ઠેબા ઝડપાઈ ગયા હતા. જ્યારે મુખ્ય આરોપી મયુરસિંહ ઝાલા, અમિત કોળી, ગ્રાહક બટુક મહારાજ અને ઈકબાલ ઇસ્માઇલ પઠાણ સહિતના શખ્સ ભાગી ગયા હતા. આ તમામને શોધવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્થળ પરથી SMC એ રૂ. 1.24 લાખની રોકડ, એક વાહન, 6 મોબાઈલ મળી કુલ રૂ.1.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અડ્ડો 15 દિવસથી ચાલતો હોવાનું SMCની તપાસમાં સામે આવ્યું છે.