તાપી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ, કુલ 27,950 જેટલા ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવામાં આવશે - tapi shala praveshotsav 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 26, 2024, 3:55 PM IST
તાપી: સરકાર દ્વારા શાળામાં ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડવા માટે ઘણા કાર્યક્રમો કરી રહી છે. તેમજ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના તમામ બાળકોને શિક્ષણનો લાભ મળી રહે અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ગુજરાત સરકાર દ્વારા અનેક પહેલ શરુ કરવામાં આવી છે. જેમાં સરકાર દર વર્ષે ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશ મહોત્સવનો પ્રાંરભ કરાવવામાં આવે છે. જેને પગલે તાપી જિલ્લાની 797 શાળા તેમજ આંગણવાડી મળીને કુલ 27,950 જેટલા ભૂલકાઓને આજથી આવતા ત્રણ દિવસ દરમિયાન શાળા પ્રવેશ કરાવામાં આવશે. આજે આદિજાતિ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ સહિતના મહાનુભાવોના હસ્તે નાના ભૂલકાઓએ શાળા પ્રવેશઉત્સવના કાર્યક્રમમાં ઉત્સાભેર ભાગ લીધો હતો. અને ભૂલકાઓનું મનોબળ વધાર્યું હતું.