સુરતીઓ પાણીનો સ્ટોક કરી રાખજો, 25 જુલાઈએ પાણી પુરવઠો રહેશે બંધ - Water supply by Sural corporation - WATER SUPPLY BY SURAL CORPORATION
🎬 Watch Now: Feature Video
Published : Jul 21, 2024, 12:32 PM IST
સુરત:કોસાડ વિસ્તાર ખાતે આવેલ કોસાડ રજવાડી જળવિતરણ મથક ખાતેની 800 મી.મી વ્યાસની કોમન હેડર લાઈન પર લીકેજ રિપેરિંગની કામગીરી તેમજ 45 MLD અન્ડરગ્રાઉન્ડ ટાંકી (UGSR) સફાઈની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જે કામગીરીના આયોજનના પગલે આગામી 25 જુલાઈના રોજ 24/7 યોજના હેઠળની ટાંકીઓ જેવી કે ESR K-1, K-2, K-3 નેટવર્ક હેઠળ પાણીનું વિતરણ કરવામાં આવશે નહીં. 26 જૂલાઈએ ઓછા પ્રેશરથી પાણી મળશે. આ વિસ્તારમાં તા 27 જુલાઈથી રેગ્યુલર સપ્લાયથી પાણી પૂરું પાડવામાં આવશે. અસરકર્તા દિવસો પહેલા પુરતા જથ્થામાં જરૂરીયાત મુજબના પાણીના જથ્થાનો સંગ્રહ કરી લેવા તેમજ કરકસર પૂર્વક પાણી વપરાશ કરવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.