S Jiashankar - Democracy Deliver BJP Central Govt - DEMOCRACY DELIVER BJP CENTRAL GOVT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Apr 2, 2024, 5:16 PM IST

Updated : Apr 2, 2024, 5:44 PM IST

પાછલા એક દશકની ઉપલબ્ધિઓમાં 80 કરોડ લોકોને મફત અનાજ તેમજ ૨૦ કરોડ આવાસ યોજનાનાં લાભાર્થીઓની સંખ્યાને યુરોપ અને જાપાનની જનસંખ્યા ના આંકડાઓ સાથે સરખાવતા વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે આવું કાર્ય કદાચ વિશ્વમાં ક્યાંય કરવામાં આવ્યું નથી. વિશ્વની ટોચની રેટિંગ એજન્સીસ તેમજ નાણાકીય સંસ્થાઓએ ભારત આવનારા દિવસોમાં વિશ્વની 3જી મજબૂત અર્થવ્યવસ્થા બનીને રહેશે તેવા અનુમાનો રજૂ કર્યા છે. તેમણે ઉમેર્યુ કે, ભારતનો વિકાસ માત્ર ભારત પૂરતો ન રહી અને એક પ્રકારે ઇન્ક્લુઝિવ વિકાસ બની રહે તે પણ ધ્યાને લઈ અને સરકારે અનેક યોજનાઓ કાર્યરત કરી છે.વૈશ્વિક સ્તરે ભારતની સ્વીકૃતિ વધુ પ્રબળ બની હોવાનો દાવો કરતા વિદેશ પ્રધાને આફ્રિકન રાષ્ટ્રો, યુધગ્રસ્ત યુક્રેન, સોનાલીયા, સુદાન, યમન, હૈટી, રશિયા જેવાં રાષ્ટ્રોમાંથી બહાર લવાયેલા ભારતીયો માટે કરવામાં આવેલી કવાયતોનાં દાખલાઓ આપતા જણાવ્યું હતું કે યુક્રેનમાં જ્યારે અન્ય વિકસિત રાષ્ટ્રો ત્રણથી ચાર હવાઈ જહાજો ઉડાવી રહ્યા હતા ત્યારે ભારતે 90 હવાઈ ઉડાનો ભરેલી છે.
Last Updated : Apr 2, 2024, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.