પ્રથમ વરસાદમાં જ રાંદેરનો વિયર કમ કોઝવે ઓવરફ્લો થયો, તાપી નદીમાં આવ્યા નવા નીર - Rander weir cum causeway - RANDER WEIR CUM CAUSEWAY
🎬 Watch Now: Feature Video
Published : Jul 2, 2024, 7:42 PM IST
સુરતઃ પ્રથમ વરસાદએ જ રાંદેર સ્થિત વિયર કમ કોઝવે ઓવરફ્લો થયો છે. હજી તો ચોમાસાની શરૂવાત છે અને કોઝવે ઓવરફ્લો થતાં તાપી નદીમાં નવા નીર આવ્યા છે. કોઝવે ભયજનક સપાટી 6 મીટર છે જે હાલ વટાવી 6.63 મીટર પર આવી પહોંચી છે. કોઝવેના કેચમેન્ટ એરિયા અને જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે સુરતનો કોઝવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જ્યાં સુરક્ષા અને સલામતીના ભાગરૂપે કોઝવે પણ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે. પ્રથમ વરસાદ માં સુરતનો રાંદેર સ્થિત વિયર કમ કોઝવે સંપૂર્ણ ઓવરફ્લો થયો છે. ગત રોજથી તંત્ર દ્વારા કોઝવે માર્ગ વાહન-વ્યવહાર માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. જ્યાં હાલ કોઝવેની સપાટી 6.63 મીટર પર પોહચી જતા કોઝવે નો માર્ગ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે.કોઝવે ના કેચમેન્ટ એરિયા અને જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે તાપી નદીમાં નવા નીર આવ્યા છે. જ્યાં તાપી નદીના તટે નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોઝવે ઓવરફ્લો થતા પાણીનો ઘસમસ્તો પ્રવાહ સૂર્યપુત્રી તાપી નદીમાં વહેતો જોવા મળી રહ્યો છે. જ્યાં પ્રથમ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થતાં કોઝવે નો નજારો માનવા લોકો તાપી તટે આવી રહ્યા છે. જે લોકોને રોકવા કોઝવે પર પોલીસ અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.