રાજપીપળામાં હરસિદ્ધી માતાના મંદિરે રાજપૂત સમાજ દ્વારા તલવાર મહાઆરતી યોજાઈ
🎬 Watch Now: Feature Video
Published : Oct 10, 2024, 8:27 PM IST
રાજપીપળા: નવરાત્રી એટલે માં શક્તિની આરાધનાનું પર્વ, આ નવરાત્રીમાં દરેક ભક્તો માતાની ઉપાસના પોતાની શક્તિ પ્રમાણે કરે છે. ત્યારે નર્મદાના રાજપીપળામાં આવેલા 450 વર્ષ પૌરાણિક હરસિધ્ધિ માતાના મંદિરે ભક્તો અનોખી રીતે માની પૂજા અર્ચના કરે છે. હરસિધ્ધિ માતાજી રાજપૂતોની કુળદેવી મનાય છે અને એક લોકવાયકા પ્રમાણે તે સમયના મહારાજા વેરીસાલ મહારાજ સાથે મા હરસિદ્ધી ઉજ્જૈન થી રાજપીપળા આવ્યા હતા અને તેને કારણેજ રાજપૂતોમાં હરસિદ્ધિ માતાજી પર અપાર શ્રદ્ધા ધરાવે છે. અહીં છેલ્લા 11 વર્ષ થી આસો સુદ છઠ એ તલવારબાઝી કરી માતાની આરતી કરવામાં આવે છે. માતાજીની આરતી અનોખી રીતે તલવારબાઝી થી થાય તે માટે 10 વર્ષના બાળક થી લઈને 40 વર્ષના યુવાનો એ એકી સાથે આરતીની ધૂનમાં તલવાર બાઝી કરી ત્યારે એક અનોખું દ્રશ્ય સર્જાયું હતું. સત્તત 1 કલાક અને 30 મિનિટ સુધી ચાલતી કુલ 3 આરતીમાં 200 જેટલા યુવાનો એ સતત તલવાર બાઝી કરી માતાજીની અનોખી આરાધના કરી હતી.