વેકેશન ખુલ્યા પણ મનપાના સીલ ક્યારે ખુલશે ? રાજકોટની શાળાના સંચાલકો મૂંઝાયા - Rajkot Fire Safety
🎬 Watch Now: Feature Video
રાજકોટ : TRP ગેમઝોન આગ દુર્ઘટના બાદ રાજકોટ ફાયર વિભાગ દ્વારા ફાયર પરમિશન કે BU સર્ટિફિકેટ ન હોય તેવી સંસ્થાઓને સીલ કરવામાં આવે છે. રાજકોટની ઘણી શાળાઓને પણ સીલ કરવામાં આવી છે. જોકે હવે વેકેશન પૂર્ણ થયા છે અને નવું શૈક્ષણિક સત્ર શરુ થઈ રહ્યું છે, ત્યારે સીલ થયેલ શાળાના સંચાલકો મૂંઝાયા છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતાએ જણાવ્યું કે, આવતીકાલથી શાળાઓ ખુલવા જઈ રહી છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા કેટલીક શાળાઓમાં સીલ લગાવવામાં આવ્યા છે. કેટલીક શાળાઓએ નિયમો અનુસાર પગલાં લીધા છે. કેટલીક શાળાઓએ ફાયર પરમિશન કે BU સર્ટિફિકેટ માટે કાગળની કાર્યવાહી પૂરી કરી છે. પરંતુ મહાનગરપાલિકાના અધિકારી દ્વારા તેમને હજુ સુધી ઓથોરિટી લેટર મળ્યો ન હોવાથી તે આવતીકાલે શાળા શરૂ કરે કે નહીં તે માટે મૂંઝવણમાં મુકાય છે. આ બાબતે મ્યુનિસિપલ કમિશનર ડી. વી. દેસાઈએ જણાવ્યું હતું કે, આજે સાંજ સુધીમાં યોગ્ય કાર્યવાહી થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરંતુ તંત્ર જાણે તરસ લાગે ત્યારબાદ ખાડો ખોદવા બેઠું હોય તેવી પરિસ્થિતિ હાલ રાજકોટ મહાનગરપાલિકા વિભાગની જોવા મળી રહી છે.