હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં મેઘરાજા મંડાયા... - Rain started in Surat - RAIN STARTED IN SURAT
🎬 Watch Now: Feature Video
Published : Jun 28, 2024, 1:02 PM IST
સુરત: દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં સવારથી જ કાળા ડીબાંગ વાદળો ઘેરાયા છે. કાળા ડીબાંગ વાદળો વચ્ચે હાલ વરસાદ વરસવાનું શરૂ થયો છે. વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત થઈ હતી, અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. શરૂ થયેલા વરસાદને લઈને છત્રી અને રેઇન કોટ પહેરી ઘરની બહાર નીકળવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ વરસ્યો નથી. જેને લઇને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. અને ધોધમાર વરસાદ વરસે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખેડૂત દિનેશ ભાઈએ જણાવ્યું હતું કે હજુ સુધી સારો વરસાદ વરસ્યો નથી, સારો વરસાદ વરસે તેની રાહ જોઈ સૌ કોઈ બેઠા છે. જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ વરસાદ વરસશે તો ખેડૂતો માટે સારું રહેશે.