સુરત જિલ્લામાં સતત બીજા દિવસે હળવો વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી - Rain in Surat district - RAIN IN SURAT DISTRICT
🎬 Watch Now: Feature Video
Published : Jun 19, 2024, 2:09 PM IST
સુરત: રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઇ ગયું છે, પરંતુ હજી બરાબરનું જામ્યું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારથી સુરત, વલસાડ સહિત જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત, બારડોલી, ઓલપાડ સહિતના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે વરસેલા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. ઉલ્લેખનિય છે કે હજુ સુધી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો નથી.