8 માસના ગર્ભ સાથે સગર્ભા મહિલાનું મોત, ઇજેક્શનનો ડોઝ ચાલુ હતો ત્યારે બની ઘટના - Pregnant woman dies in Kadi - PREGNANT WOMAN DIES IN KADI
🎬 Watch Now: Feature Video
Published : Mar 21, 2024, 8:57 PM IST
મહેસાણા : મહેસાણાના કડીમાં 8 માસના ગર્ભ સાથે ઓછું હિમોગ્લોબીન ધરાવતી સગર્ભા મહિલાનું મોત થયું છે. આ સગર્ભા એફસીએમ ઇન્જેક્શનનો ડોઝ લેવા ગઈ હતી જ્યાં ડોઝ ચાલુ હતો, તે દરમ્યાન મોત થતા મોતનું કારણ જાણવા પેનલ પીએમનો સહારો લેવાયો છે. મહેસાણાના કડીમાં ઓછું હિમોગ્લોબીન ધરાવતી સગર્ભા માતાનું મોત થવાની ઘટના સામે આવી છે. આ સગર્ભા મહિલા 8 માસના ગર્ભ સાથે એફસીએમ ઇન્જેક્શનનો ડોઝ લેવા પહોંચી હતી. જ્યાં ડોઝ ચાલુ હતો તે દરમ્યાન મોત થતા તર્કવિતર્ક સર્જાયા છે. આ સમગ્ર ઘટના કડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેડા આદરજ વિસ્તારની ઘટના છે. જ્યાં બીજા ડોઝ માટે આવેલ સગર્ભાને શ્વાસની તકલીફ થયેલી હતી. મહિલાની તબિયત લથડતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે કડી ખસેડવામાં આવી હતી. જ્યાં વધુ સારવાર મળે તે પહેલા સગર્ભાનું મોત થયું હતું. મોતનું ચોક્કસ કારણ પેનલ પીએમ બાદ જાણવા મળશે. 22 વર્ષીય સગર્ભા માતાને પ્રથમ ડિલિવરીમાં 8 માસ પૂરા થયાં હતાં કડીના ફૂલેત્રા ગામની સગર્ભા મહિલાની ઉંમર 22 વર્ષ હતી અને તેમનું નામ ઠાકોર આનંદીબેન હોવાનું જાણવા મળ્યું છે.