"હર હર મહાદેવ" શ્રાવણિયા સોમવારે શિવભક્તોના મહેરામણથી ઘુઘવાયું પ્રભાસ તીર્થ - Shravan 2024 - SHRAVAN 2024
🎬 Watch Now: Feature Video
Published : Aug 26, 2024, 10:10 AM IST
ગીર સોમનાથ : આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સવારે 4:30 કલાકે મંદિરના કપાટ ખુલતાની સાથે જ જ "હર હર મહાદેવ" અને "જય શિવ શંકર"ના નાદથી સમગ્ર પ્રભાસતીર્થ ક્ષેત્રની ભૂમિ સોમનાથ મહાદેવના સ્મરણ સાથે ગુંજી ઊઠી હતી. આજે શ્રાવણ મહિનાનો સોમવાર હોવાને કારણે ખૂબ વિશેષ પ્રમાણમાં શિવભક્તોની હાજરી દિવસ દરમિયાન સોમનાથ મંદિર પરિસરમાં જોવા મળશે. આજે સોમવાર હોવાને કારણે ધ્વજા પૂજા, પાલખીયાત્રા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ થશે. જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શિવભક્તો હાજર રહીને શ્રાવણીયા સોમવારમાં શિવમય બનતા જોવા મળશે.