પોરબંદરમાં બિરીયાની ખાવામાં થયો બખેડો, 1નું મોત, 1 હોસ્પિટલમાં દાખલ - Porbandar News - PORBANDAR NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jun 17, 2024, 9:39 PM IST
પોરબંદરઃ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ માધવ પેવર બ્લોકના કારખાનામાં હત્યાનો બનાવ બન્યો છે. અહીં કામ કરતા 2 મજૂરો જ્યારે બિરીયાની ખાવા બેઠા તે દરમિયાન કોઈ બાબતે ઝઘડો થતા ઈંટથી મારામારી કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ માધવ નામના પેવર બ્લોકના કારખાનામાં રાત્રે 2 મજૂરો વચ્ચે ઝઘડો થયો હતો. બંને મજૂરોએ એકબીજાને ઈંટો મારી હતી. ત્યારબાદ આ ઘટનામાં રમેશ સોલંકી નામના મજૂરનું મોત થયું હતું. આ દરમિયાન મારનાર આરોપી ગુલઝાર અલી નામનો ઈસમ કારખાનામાંથી ભાગવા માર્ગ પર દોડયો હતો. જી.આઈ.ડી.સી. વિસ્તારમાં વાહન સાથે અથડાતા ગુલઝાર અલી નામનો શખ્સ ઈજા ગ્રસ્ત બન્યો હતો. જેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આરોપીને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. મૃતક રમેશ સોલંકીનો મૃતદેહ સરકારી હોસ્પિટલના પીએમ રૂમમાં ખસેડવામાં આવ્યો છે. આ બનાવ સંદર્ભે ઉદ્યોગનગર પોલીસ તપાસ કરી રહી છે.