કોસંબામાં ડ્રગનો કારોબાર કરતા સગા ભાઈ ઝડપાયા, ક્યાંથી આવ્યું MD ડ્રગ ? - Surat MD drug - SURAT MD DRUG
🎬 Watch Now: Feature Video
Published : Mar 29, 2024, 1:44 PM IST
સુરત : કોસંબા ગામમાં ડ્રગ્સનું વેચાણ કરતા બે આરોપી ઝડપાયા છે. કોસંબા પોલીસ મથકના PI એ. ડી. ચાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસને બાતમી મળી હતી જેના આધારે SOG ટીમ સાથે રાખી કોસંબા ગામની સીમમાં આવેલ ખાનજી પટેલની ચાલ પાસે સ્થિત લબબ્લેક એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 204 માં રેડ કરી હતી.
કોઈપણ જગ્યાએ આ પ્રકારના જથ્થાનું વેચાણ ન થાય તે માટે અમને સૂચનો મળ્યા હતા. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે 9.87 ગ્રામ ડ્રગ્સ ઝડપી લીધું છે. બે ઇસમોને ઝડપી હાલ આગળની તજવીજ હાથ ધરી છે. -- એ. ડી. ચાવડા (PI, કોસંબા પોલીસ મથક)
કોસંબામાં ડ્રગનો કારોબાર : અહીં રહેતા મૂળ કોસાડ આવાસનો શહેઝાદ ખાન ઉર્ફે સૈઝુ એઝાદ પઠાણ અને તેનો નાનો ભાઈ શાહિલખાન એઝાદખાન પઠાણ MD ડ્રગ્સ લાવીને તેનું છૂટક વેચાણ કરી રહ્યા છે. ફ્લેટમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે ડ્રગ્સનું તોલમાપ કરવા માટે વપરાતો નાનકડો વજન કાંટો, ડ્રગ્સ રાખવા માટે ઝીપ પાઉચ, બે મોબાઇલ ફોન તેમજ 11 હજાર જેટલા રોકડા રૂપિયા મળી આવ્યા હતા.
ક્યાંથી આવ્યું MD ડ્રગ : પોલીસે રુ. 98,700 બજાર કિંમતના 9.87 ગ્રામ એડી ડ્રગ સહિત કુલ રુ. 1,50,400 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. બંને આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેઓ સુરત શહેરમાં રહેતા માવિયા કુરેશી પાસેથી આ ડ્રગ્સ લાવીને વેચતા હતા.