સુરત સિવિલ હોસ્પિટલમાં પોલીસને રૂમમાં બંધ કરી મિત્ર સાથે ભાગી ગયેલ આરોપીને પોલીસે ઝડપી લીધો.. જાણો શું હતી ઘટના - surat civil hospital incident - SURAT CIVIL HOSPITAL INCIDENT
🎬 Watch Now: Feature Video
Published : Jun 24, 2024, 8:30 PM IST
સુરત: શહેરની નવી સિવિલ હોસ્પિટલમાંથી એક આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી, ત્યારે સરથાણા પોલીસે ફરાર થયેલા આરોપીને ભગાડવામાં મદદ કરનાર મિત્રોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, લોકઅપના કાર્ડ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતા કોન્સ્ટેબલ ફસાયા હતા.
શું હતો સમગ્ર મામલો: મળતી માહિતી અનુસાર સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પેટમાં દુખાવાની ફરિયાદ સાથે NDPSના ગુનામાં સંડોવાયેલા આરોપીને પ્રિઝનર વોર્ડમાં દાખલ કરાયો હતો. આરોપી ગઈકાલે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. આરોપી વિરુદ્ધ સુરતમાં લિંબાયત પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે અને તે સબ જેલમાં બંધ હતો. હાલ આરોપીઓ કઈ રીતે ભાગ્યા, કઈ રીતે પ્લાનિંગ કર્યું હતું તેમને ભાગવામાં કોઈએ મદદ કરી છે કે, નહિ હાલ તમામ બાબતોની આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.