PM Modi Ahmedabad Visit : પીએમ મોદીને સાબરમતી આશ્રમ રીડેલવપમેન્ટ પ્રોજેક્ટ પર લાઈવ નિહાળો - PM Modi Ahmedabad Visit

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Mar 12, 2024, 10:47 AM IST

Updated : Mar 12, 2024, 11:33 AM IST

અમદાવાદ : વડાપ્રધાન મોદી 12 માર્ચ, મંગળવારે અમદાવાદની મુલાકાતે છે. આજે દાંડીયાત્રાના ઐતિહાસિક દિવસે પીએમ મોદી ગાંધી આશ્રમ ભૂમિ વંદના કાર્યક્ર હેઠળ સાબરમતી આશ્રમ મેમોરિયલ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનનું અનાવરણ કરી રહ્યાં છે..1,200 કરોડના ખર્ચે થનાર ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વર્તમાન અને ભાવિ પેઢી માટે મહાત્મા ગાંધીના ઉપદેશ અને ફિલસૂફીને પુનઃજીવિત કરવાનો છે. આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ગાંધી આશ્રમના પાંચ એકર વિસ્તારને વધારીને 55 એકર કરવામાં આવશે અને 36 હયાત ઇમારતોનું પુનઃસંગ્રહ કરવામાં આવશે. પીએમ મોદીએ શું કહ્યું : કેટલાક લોકો અમારા પ્રયાસોને ચૂંટણીલક્ષી દૃષ્ટિથી જોવાનો પ્રયાસ કરે છે. આપણા યુવાનો અને તેમના બાળકોને અગાઉની પેઢીઓએ જે ભોગવવું પડ્યું તે ભોગવવું પડશે નહીં. આ મોદીની ગેરંટી છે. પૂજ્ય બાપુનો આ સાબરમતી આશ્રમ હંમેશા અજોડ ઊર્જાનું જીવંત કેન્દ્ર રહ્યું છે. જ્યારે પણ કોઈને અહીં આવવાની તક મળે છે, ત્યારે આપણે આપણી અંદર બાપુની પ્રેરણાને સ્પષ્ટપણે અનુભવી શકીએ છીએ.આજે 12મી માર્ચની ઐતિહાસિક તારીખ પણ છે. આ દિવસે બાપુએ સ્વતંત્રતા ચળવળનો માર્ગ બદલી નાખ્યો અને દાંડી કૂચ આઝાદીની ચળવળના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત થઈ ગઈ. સ્વતંત્ર ભારતમાં પણ, આ તારીખ નવા યુગની શરૂઆત કરતા સમાન ઐતિહાસિક પ્રસંગની સાક્ષી બની છે. 12 માર્ચ, 2022 ના રોજ, દેશે આ સાબરમતી આશ્રમથી આઝાદીના અમૃત મહોત્સવની શરૂઆત કરી. દાંડી કૂચએ સ્વતંત્ર ભારતની પવિત્ર ભૂમિને નિર્ધારિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને અમૃત મહોત્સવની શરૂઆત અમૃત કાલમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરે છે.અમૃત મહોત્સવે દેશમાં જનભાગીદારીનું એવું જ વાતાવરણ ઊભું કર્યું જે આઝાદી પહેલાં જોવા મળતું હતું. આ સમય દરમિયાન, 'હર ઘર તિરંગા' સમગ્ર દેશમાં દેશભક્તિની અભિવ્યક્તિનું ખૂબ જ શક્તિશાળી માધ્યમ બની ગયું હતું. મેરી માટી-મેરા દેશ અભિયાન અંતર્ગત કરોડો દેશવાસીઓએ દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.અનેકવિધ સુવિધાઓ ઊભી કરાશે : આ પ્રોજેક્ટમાં 20 જૂની ઇમારતનું સંરક્ષણ, 13 ઇમારતોની ચોક્કસ પુનઃસ્થાપના અને આશ્રમની મૂળ સ્થાપત્યને જાળવવાના ધ્યેયને ધ્યાનમાં રાખીને ત્રણ ઇમારતના પુનઃવિકાસનો સમાવેશ થાય છે. સાબરમતી આશ્રમની આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારીને મુલાકાતીઓને અત્યાધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો છે. ઉપરાંત મહાત્મા ગાંધીને સમર્પિત વિશ્વ-કક્ષાના સ્મારકની સ્થાપના કરવાનો છે. આ પ્રોજેક્ટ થકી ગાંધીના વિચારોને સાચવવા, સુરક્ષિત કરવા અને પ્રસારિત કરવા માટે પુસ્તકાલય અને આર્કાઇવ્સ બિલ્ડિંગ, આશ્રમની લાઇબ્રેરી અને આર્કાઇવ્સનો ઉપયોગ કરવા મુલાકાત લેનારા વિદ્વાનો માટે સુવિધા ઊભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં નવી ઇમારતોની ઘરની વહીવટી સુવિધા, ઓરિએન્ટેશન સેન્ટર, ચરખા સ્પિનિંગ પર ઇન્ટરેક્ટિવ વર્કશોપ, હેન્ડમેઈડ પેપર, કોટન વીવિંગ, લેધર વર્ક અને જાહેર ઉપયોગીતા જેવી મુલાકાતી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઇમારતોમાં ગાંધીજીના જીવનના પાસાઓ તેમજ આશ્રમના વારસાને દર્શાવવા માટે ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો અને પ્રવૃત્તિઓ રાખવામાં આવશે.સાબરમતી રેલવે સ્ટેશનના કાર્યક્રમ સંપન્ન કર્યાં :  આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચ્યાં હતાં. જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત બાદ સાબરમતી રેલવે સ્ટેશન હંકારી ગયાં હતાં. અહીં તેમણે દેશભરમાં 10 નવી વંદે ભારત ટ્રેન લોકાર્પણ સહિત વિવિધ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યાં છે.  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદમાં છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં રૂપિયા 85 હજાર કરોડથી વધારેનાં મૂલ્યનાં રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યાં હતાં. PM મોદી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટનાં વિવિધ મુખ્ય વિભાગો દેશને અર્પણ કરવા સાથે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી દેશભરની કુલ 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. તેમણે અમદાવાદ ખાતે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીના આગમનને લઇને સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. સાબરમતી રેલવે કોલોની નજીક રસ્તા બંધ કરવામાં આવ્યાં હતાં. સુરક્ષાને લઈને સતત ચેકીંગ શરૂ કરાયું હતું.PM Modi Ahmedabad Visit : પીએમ મોદી અમદાવાદમાં કરશે ગાંધી આશ્રમ ભૂમિ વંદના, અન્ય કાર્યક્રમો પણ જાણોVande Bharat Train: યાત્રી ગણ કૃપિયા ધ્યાન દે... અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેનને ઓખા સુધી લંબાવાઈ, દ્વારકા જવું સહેલું
Last Updated : Mar 12, 2024, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.