પાટણ લોકસભા બેઠક ઉપર 10 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઊતર્યાં, મસાજીએ ફોર્મ પાછું ખેચ્યું - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 23, 2024, 10:15 AM IST
પાટણ : પાટણ લોકસભા બેઠક પર ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 11 ઉમેદવારો પૈકી એક અપક્ષ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતા 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જોકે મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રહેશે. પાટણ લોકસભા બેઠક ઉપર આગામી 7 મેના રોજ મતદાન યોજનાર છે ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં 11 ઉમેદવારોએ કુલ 19 ફોર્મ ભર્યા હતા જેમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત તેમના ડમી ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા હતા. પાટણ બેઠક ઉપર બંને મુખ્ય પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષો ઉપરાંત અન્ય પાર્ટીના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન આઠ ફોર્મ અમાન્ય રહેતા 11 ઉમેદવારી ફોર્મ માન્ય રહ્યા હતાં. ત્યારબાદ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે સોમવારે અપક્ષ ઉમેદવાર મસાજી ઠાકોરે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા હવે પાટણ લોકસભા બેઠક ઉપર 10 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. જોકે મુખ્ય સ્પર્ધા ભાજપના ભરતસિંહ ડાભી અને કોંગ્રેસના ચંદનજી ઠાકોર વચ્ચે રહેશે.
ઉમેદવારોની યાદી : 1 ચંદનજી તલાજી ઠાકોર - કોંગ્રેસ 2 ભરતસિંહ શંકરજી ડાભી - ભાજપ 3 પરમાર બળદેવભાઈ જગદીશભાઈ - બહુજન સમાજ પાર્ટી 4 ધધા મસિહુલ્લાહ અબ્દુલ હમીદ - સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા 5 શર્મા રાકેશભાઈ - રાષ્ટ્રીય સમાજ પક્ષ 6 અબ્દુલકુદુસ અબ્દુલ મજીદ મોલાપીયા - અપક્ષ 7 અબ્દુલ હક ઈસ્માઈલ નેદરીયા - અપક્ષ 8 ચંદુરા ધનજીભાઈ લક્ષ્મણભાઈ - અપક્ષ 9 ઠાકોર કિશનભાઇ કાળુભાઈ - અપક્ષ અને 10 ભોરણીયા સોયબ ભાઈ આસમભાઈ - અપક્ષ