ઉત્તર ગુજરાતની ચાર પૈકી ત્રણ સીટો કોંગ્રેસ જીતશે એવો આશાવાદ ધારાસભ્ય કિરીટ પટેલે કર્યો વ્યક્ત - patan lok sabha seat - PATAN LOK SABHA SEAT
🎬 Watch Now: Feature Video
Published : Apr 30, 2024, 4:09 PM IST
પાટણ: ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ જોરશોરથી પ્રચાર કરી રહી છે. એક સમયે ઉત્તર ગુજરાત કોંગ્રેસનો ગઢ હતો પરંતુ, આ ગઢમાં ગાબડું પાડવામાં ભાજપ સફળ રહ્યું છે. છતાં પણ ઉત્તર ગુજરાતની ચાર સીટ પૈકી ત્રણ સીટ જીતવાનો પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આશાવાદ વ્યક્ત કર્યો છે. સમગ્ર મુદ્દે ETV ભારતે કિરીટ પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી તો ચાલો જાણીએ તેમણે શું જણાવ્યું.
કિરીટ પટેલેે જણાવ્યું કે, રાહુલ ગાંધીને સમર્થન કરવા માટે પાટણમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. પાટણમાં ચૂંટણી પ્રચાર માટે પ્રથમવાર રાહુલ ગાંધી આવ્યા હતા. સભા મંડપમાં સમગ્ર ઉત્તર ગુજરાતના લોકો આવ્યા હતા. કોંગ્રેસના પ્રદેશ મોવડી મંડળના તમામ લોકો અહીં ઉપસ્થિત છે ચંદનજીના સમર્થનમાં અને રાહુલ ગાંધીને સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે.
કિરીટ પટેલે કહ્યું કે, જે રીતે કોંગ્રેસને સમર્થન મળી રહ્યું છે, તે જોતા બનાસકાંઠાથી ગેનીબેન, પાટણમાં ચંદનજી, સાબરકાંઠાથી તુષારભાઈ અને મહેસાણાથી રામાજી આ ચાર પૈકી ત્રણ સીટો અમે જીતીશું.