દ્વારકામાં રાજપુત આંદોલન પાર્ટ-2 સંદર્ભે ધર્મરથનું પ્રસ્થાન કરાયું - Parshottam Rupala Controversy - PARSHOTTAM RUPALA CONTROVERSY
🎬 Watch Now: Feature Video
Published : Apr 24, 2024, 5:32 PM IST
દેવભૂમિ દ્વારકાઃ પરષોત્તમ રુપાલા પ્રત્યે રાજપુત સમાજનો રોષ ઉગ્રને ઉગ્ર બનતો જાય છે. આ વિવાદ શાંત થવાને બદલે વકરતો જાય છે. રાજપુતોએ આંદોલન પાર્ટ-2ના ભાગરુપે દ્વારકાના રાજપુત સમાજની વાડીએથી ભારતીય નારીની અસ્મિતાની લડાઈ માટે ધર્મરથનું પ્રસ્થાન કર્યુ છે. આ ધર્મરથમાં દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના તમામ ગામડાંઓને આવરી લેવામાં આવશે. જેમાં દ્વારકાથી રથનું પ્રસ્થાન કર્યા બાદ કલ્યાણપુર ભાટિયા આજુબાજુના ગામડાંઓ ફરશે અને રાત્રે રોકાણ ખંભાળિયામાં કરશે. ધર્મરથમાં જોડાયેલા ક્ષત્રિયો દ્વારા પુરુષોત્તમ રૂપાલાનું ફોર્મ પાછું ન ખેંચાતા ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ વિવિધ ગામડાંઓમાં કરાશે. શ્રી રાજપુત કરણી સેનાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દોલતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે લોકસભાની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજ ઉપરાંત તમામ સમાજના ભાઈઓ બહેનોને અપીલ કરીશું. તેમજ ગુજરાતની અન્ય 25 બેઠકો પર ભાજપ સિવાયના સક્ષમ ઉમેદવારને મતદાન કરવા માટે પણ અપીલ કરીશું. ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ આ વિરોધની અસર દેખાશે.