ટ્રક ચાલક બન્યા બેફામ, બાઈક ચાલકને અડફેટે લેતાં મોત - Surat Rural Accident - SURAT RURAL ACCIDENT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/16-06-2024/640-480-21725609-thumbnail-16x9-ppp.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jun 16, 2024, 7:18 PM IST
સુરત: જિલ્લામાં પસાર થતા મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર દિન પ્રતિદિન અકસ્માતના સતત બનાવો વધી રહ્યા છે. પુરઝડપે દોડી રહેલા વાહનો નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે, ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો. માંગરોળ તાલુકાના વાલેછા ગામના પાટિયા પાસે મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે પર અશ્વિન ભાઈ ઝીણાભાઈ બારૈયા પોતાની બાઈક લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન પુરઝડપે માતેલા સાંઢની જેમ આવી રહેલા ટ્રક ચાલકે બાઈકને અડફેટે લીધી હતી. જેને લઇને બાઈક ચાલક રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર મોતને ભેટ્યા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ પર ટ્રક મૂકી ભાગી ગયો હતો. બનાવને પગલે કોસંબા પોલીસ અને 108 ની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. કોસંબા પોલીસે હાલ ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કોસંબા પોલીસ મથકના પોલીસ કર્મચારી પાતા ભાઈએ જણાવ્યું હતું કે, બનેલ અકસ્માતની ઘટનાને લઇને અમારી ટીમ તુરત સ્થળ પર દોડી ગઈ હતી. બાઈક ચાલકનું ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર મોત નિપજ્યું હતું. પોલીસે હાલ ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.