વાવના માવસરી રણમાં લુણી નદીના નવા નીર આવ્યા, જુઓ વિડીયો - New water of Luni river - NEW WATER OF LUNI RIVER
🎬 Watch Now: Feature Video
Published : Sep 5, 2024, 7:45 PM IST
બનાસકાંઠા: બનાસકાંઠા સહિત વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે પડી રહેલા વરસાદે કેટલીક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ છે, ત્યારે વાવ તાલુકાના રણકાંઠાને અડીને આવેલા માવસરી ગામને અડીને આવેલા રણ વિસ્તારમાં ઉપરવાસમાં વધુ વરસાદ થતાં લુણી નદીના નવા નીર આવતા આ વિસ્તારના લોકો પાણી જોવા મોટી સંખ્યામાં ઊંચી પડ્યા હતા. જોકે અગાઉ વર્ષ 2017 અને 19 માં આ લુણી નદીમાં પાણી આવ્યું હતું, ત્યારબાદ 2024 માં ઉપરવાસમાં વધુ વરસાદ હોવાના કારણે નવા નીર આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ ચાર દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે ગુજરાત અને રાજસ્થાની બોર્ડર પર આવેલ લુણી નદીમાં આજે વર્ષો બાદ નવા નીર આવ્યા છે. જોકે ઉપરવાસમાં એટલે કે રાજસ્થાન સુંધા માતાજી તરફ ઉપરવાસમાં વધુ વરસાદ થતાં લુણી નદીમાં નવા નીર આવ્યા છે, જ્યારે રાજસ્થાન ની બોર્ડર પર આવેલ વાવ તાલુકાના જોરડીયાળી તખતપુરા મડાલી માવસરી સહિતના વિસ્તારોમાં નવા આવતા લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા. જ્યારે 2017 ,19 બાદ નવા નીર આવતા જવાબદાર તંત્ર પણ લુણી નદીના પટમાં પહોંચ્યું હતું.