ઓલપાડ અને માંડવીમાં NDRF-SDRFની ટીમ તૈનાત, ભારે વરસાદની ચેતવણીના પગલે તંત્રની તૈયારી - NDRF deployed for monsoon vigilance - NDRF DEPLOYED FOR MONSOON VIGILANCE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jul 2, 2024, 9:34 AM IST

સુરત: ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી છે. મેઘરાજા સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં વરસી રહ્યા છે, ત્યારે તકેદારીના ભાગરૂપે ગમે તેવી આકસ્મિક સ્થિતિ કે વરસાદી આફતને પહોચી વળવા માટે તેમજ બચાવ અને રાહતની કામગીરી ઝડપી થઈ શકે માટે સુરત જિલ્લાના ઓલપાડ ખાતે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને માંડવી તાલુકામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ(SDRF)ની ટીમોને અદ્યતન સાધનો સાથે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને પહોચી વળવા જરૂરી સાધનો સાથે ટીમો સુસજ્જ છે. એન.ડી.આર.એફ. ટીમ પાસે પૂરના પાણી વચ્ચે ફસાયેલા લોકોના બચાવ અને આ જગ્યાઓ સુધી સરળતાથી પહોંચવા માટે ફ્લડ વોટર રેસ્ક્યુના વિવિધ સાધનો છે જેમાં ઈનફલેટેબલ રબર બોટ્સ(આઇ.આર.બી.), તેના પર બેસાડીને ચલાવવા માટે ઓ.બી.એમ.મોટર, લાઇફ જેકેટ, લાઇફ ગાર્ડ અને મજબૂત દોરડા તેમજ વાયરલેસ સેટ, ગુડ ડિપ્લોયમેન્ટ એન્ટેના, સેટેલાઇટ ફોન વગેરે કોમ્યુનિકેશનના અદ્યતન સાધનો ધરાવે છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.