ભારે વરસાદના કારણે નવસારી જિલ્લા પંચાયતના 12 રસ્તાઓ બંધ કરાયા, 15 વૃક્ષો ધરાશાયી - Navsari News - NAVSARI NEWS
🎬 Watch Now: Feature Video
Published : Jul 3, 2024, 6:51 PM IST
નવસારીઃ અવિરત વરસી રહેલા વરસાદના કારણે શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તેમજ જિલ્લા પંચાયતના 12 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. નવસારી જિલ્લામાં ગતરોજથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને નવસારીમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં નવસારી તાલુકામાં 9 ઈંચ અને જલાલપુર તાલુકામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે. જો કે રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધીના 8 કલાકમાં નવસારીમાં 4.75 અને જલાલપોરમાં 4.50 ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરના ઘણા રસ્તાઓ ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. શહેરના પશ્ચિમમાં રેલવે સ્ટેશનથી એરૂ ચાર રસ્તા જતા મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણીના ભરાવાને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પાણીમાં વાહનો બંધ થઈ જતા લોકો વધુ મુશ્કેલીમાં મુકાયા હતા. સવારમાં નોકરિયાત વર્ગ જે ટ્રેન મુસાફરી કરે છે, એમને રેલવે સ્ટેશન પહોંચવામાં મોડું થયું હતું. લોકો ફૂટપાથ પર ચાલીને જતા નજરે ચડ્યા હતા. વર્ષોની સમસ્યા છતાં આ માર્ગ પર પાણીનો ભરાવો દૂર કરવામાં પાલિકાની નિષ્ફળ રહી છે. જેથી નોકરીયાતો પાણીના ભરાવાને કારણે નોકરીએ પહોંચવામાં મોડુ થતા તંત્ર સામે રોશ ઠલવી રહ્યા છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લામાં 8:30 ઇંચ વરસાદ ખબકતા જનજીવન પ્રભાવિત થયું છે. બીજી તરફ ભારે વરસાદના કારણે જિલ્લા પંચાયત વિભાગના કુલ 12 જેટલા માર્ગો બંધ કરવામાં આવ્યા જેને કારણે લોકોને પોતાના ગંતવ્ય સ્થાન પર જવા માટે લાંબો ચકરાવો કરવો પડ્યો હતો.
15 વૃક્ષો ધરાશાયીઃ ભારે પવનના કારણે 15 જેટલા વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાની જાણ થતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝાડોને દૂર કરી માર્ગ ફરી શરૂ કરાવવામાં આવ્યા. વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને જિલ્લામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે તો બીજી તરફ સંબંધિત અધિકારીઓને કચેરી ન છોડવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
બંધ કરવામાં આવેલ રસ્તાઃ
1) અબ્રામા ખરસાડ રોડ તા.જલાલપોર જિ.નવસારી
2) ખરસાડ ગોવનતલાવ રોડ તા.જલાલપોર જિ.નવસારી
3) મોગર વકાસરીયા રોડ.
4) નવસારી છાપરા મોગર રોડ
5) ધામણ પાંચપીપળા થી પારથાણ રોડ
6) પારડી સદલાવ રોડ
7) પારડી પંચાયત થી સદલાવ રોડ
8)અંબાડા સદલાવ નવા તળાવ
9) સદલાવ ટોલી રોડ
10) સાતેમ ગોપીવાડી રોડ
11) મંદિર મોગાર રોડ
12) ડાંભર મોગાર રોડ