વાદલડી વરસી રે... વરસાદ આવે કે વાવાઝોડું, ગરબે રમવાનું એટલે રમવાનું - NAVRATRI 2024
🎬 Watch Now: Feature Video
Published : Oct 12, 2024, 7:20 AM IST
|Updated : Oct 12, 2024, 9:54 AM IST
સુરત: રાજ્યમાં નવ દિવસના નોરતા પૂર્ણ થયા છે. ત્યારે 7માં નોરતા કોરા ગયા હતા જ્યારે છેલ્લા 2 નોરતામાં વરસાદી વિઘ્ન આવ્યું હતું, જેને લઇને ઘણી જગ્યાઓ પર નવરાત્રીમાં ગરબાના કાર્યક્રમો કેન્સલ કરવામાં આવ્યા હતા. જોકે ઘણી જગ્યાઓ પર ચાલુ વરસાદે હાથમાં છત્રી તેમજ ભીંજાતા ભીંજાતા ખેલૈયાઓ ગરબે ઘૂમતા નજરે ચડ્યા હતા. ઓલપાડ તાલુકાના કુડસદ ગામ ખાતે વરસાદ વરસતા આયોજકો દ્વારા સાઉન્ડ સિસ્ટમને તાડપત્રીથી ઢાંકી દેવામાં આવી હતી. બીજી તરફ વરસતા વરસાદ વચ્ચે મનમુકીને ગરબે ઘુમતા ખેલૈયાઓનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, એટલે કહી શકાય વરસાદ પણ ખેલૈયાઓના રંગમાં ભંગ ન પાડી શક્યો. ખેલૈયાઓ જાણે કહી રહ્યાં હોય કે વરસાદ આવે કે વાવાઝોડું ગરબે રમવાનું એટલે રમવાનું.