જામનગરની પ્રાચીન ગરબીમાં 'મોદી' છવાયા, લોકોમાં જમાવ્યું આકર્ષણ - NAVRATRI 2024
🎬 Watch Now: Feature Video
Published : Oct 8, 2024, 3:40 PM IST
જામનગર: જામનગર સહિત સમગ્ર રાજ્યમાં હાલ નવરાત્રીના પાવન પર્વ સાથે ગરબાની ધૂમ મચી છે. વિશાળ પાર્ટી પ્લોટથી લઈને શહેરોના મોટા ગ્રાઊન્ડ્સમાં યોજાતા ભવ્ય ગરબાની સાથે શેર ગરબાઓમાં પણ રોનક જોવા મળી રહી છે. ત્યારે શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારના જય શ્રી ચામુંડા યુવક કુમારીકા ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ સળગતી ઈંઢોણી રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈંઢોણી રાસની વિશેષતા એ છે, કે ગરબી મંડળના ખેલૈયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફેસ માસ્ક અને પહેરવેશ સાથે યુવકોએ માથા પર સળગતી ઇંઢોણી મૂકીને રાસ લીધો હતો. પીએમ મોદીનું ફેસ માસ્ક અને તેમના જેવી વેશભૂષા સાથે ઈંઢોણી રાસ રમીને નગરજનોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ ઈંઢોણી રાસને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.